શ્રી પૂંજાભાઈ બાપુની મેડી
“દરબાર શ્રી પૂંજાભાઈ બાપુની મેડી , જ્યાં માખણના ભજીયા શ્રીહરિ જમ્યા.”
ધોલેરા દરબાર શ્રી પૂંજાભા બાપુને બે બહેનો હતા. અજુબા અને ફુલીબા. જેઓની નિરાવરણ દૃષ્ટિ હતી. એકવાર એવુ થયુ કે શ્રી હરિ ગઢપુરથી સંતો-ભક્તો સાથે વડતાલ આવવા નીકળ્યા. રસ્તામાં સુરાખાચર કહે મહારાજ ભણુ ભુખ બહુ લાગી છે શ્રીજી મહારાજ કહે એ ભૂખ તો ધોલેરામાં ભાંગશે.
આ બાજુ ફુલીબાને ધોલેરામાં બેઠા-બેઠા ખ્યાલ આવી ગયો કે મહારાજ સંતો-ભક્તો સાથ ધોલેરા આવે છે. ખુશ ખુશ થઈ ગયા. વિચારે આજે મહારાજને શું જમાડુ ભાવમાં ને ભાવમાં માખણનાં ભજીયા જમાડવાનો સંકલ્પ કર્યો. મહારાજ પધાર્યા. જમવાનું માંગ્યુ ને ફુલીબાએ પોતાના હાથે મહારાજને માખણના ભજીયા જમાડ્યા. સૌને આશ્ચર્ય થયું. માખણના ભજીયા કેમ બન્યા ? પણ પ્રભુ પ્રત્યેના ફુલીબાના ભાવને કારણે માખણ પણ તેદિ ભજીયા સ્વરૂપે થયું. આ પ્રસંગ શ્રી પૂંજાભા બાપુના પરિવારની શ્રીહરિ પ્રત્યેની અનન્ય ભક્તિના દર્શન કરાવે છે. જે મેડી પર બેસી પ્રભુ માખણના ભજીયા જમ્યા હતા તે હાલમાં છે જેના દર્શનથી સૌનું મંગળ થાય છે.
1