Akshar Oradi
(શ્રીજી મહારાજની બેઠક)
ધોલેરા મંદિરની પશ્ચિમ ભાગમાં કલાત્મક પ્રસાદીભૂત બેઠક છે . જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધોલેરા આવતા ત્યારે સભા કરતા.
જ્યારે ધોલેરા શ્રી મદનમોહનજી મહારાજની પ્રતિષ્ઠા હતી ત્યારે ગઢપુરથી લાવેલી રાધા સહિત શ્રી મદનમોહનજીની મૂતિઓને હાલ જ્યાં બેઠક છે ત્યાં એક ઓરડામાં રાખી હતી .
શ્રીજી સ્વયં ત્યાં મૂરતિ જોવા આવ્યા અને ખૂબજ વખાણી . જે – તે દિવસે ગાંફના બ્રાહ્મણ દેવકૃષ્ણ વ્યાસે જે ઓરડામાં મૂરિત રાખી હતી તેની આજુબાજુની જમીન તે માલિક પાસે ૩૨૦૦૦ હજારમાં ખરીદી અને જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સભા ભરીને બેઠેલા તે ભૂમિઉપર પથ્થરની કોતરણીવાળી કલાત્મક બેઠક બનાવી ચરણાવિંદ પધરાવ્યા . જુના સંતોના કહેવા પ્રમાણે એ બેઠકના જે દર્શન કરે તેને દત્તાત્રેયના દર્શનનું ફળ મળે છે આવી સુંદર શ્રીજીપ્રસાદીભૂત બેઠક મંદિરનું નજરાણું છે ..