Hinglaji Hanumanji
હિંગળાજીયા હનુમાનજી
‘ ચમત્કારી શ્રી હિંગળાજીયા હનુમાનજી ‘
શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી મદનમોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી દેવોનો મહિમા બતાવતા શ્રી હિર કહે છે કે જે કોઈ અહી મંદિરમાં નાનું – મોટુ દાન આપશે તેના મનોરથ પૂર્ણ થશે . ધોલેરાના દેવોનો આવો મહામૂલો મહિમા સાંભળી પૂંજાજી વગેરે ભક્તોએ ૨૦,૮૦૦ વિઘા જેટલી જમીન ધોલેરા મંદિરને ભેટ આપી.
એમાં પણ હિંગળાજીયા તરફની જમીનમાં પશુઓ, વટેમાર્ગુ વગેરે પાકને ખૂબજ નુકશાન પહોચાડતા જેથી કોઈએ પૂ મોહનસ્વામીએ કહ્યું સ્વામી પાકને લોકો નુકશાન બહુ કરે છે માટે કાઈક કરો.
તેમણે કહ્યું શ્રી હનુમાનજી દક્ષિણ દિશાના દેવ છે. તેમનું મંદિર થાય તો જ સુખ થાય એમ વિચારતા. પૂ.ગોપાળાનંદ સ્વામીના પૂજેલા શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુરનું નાનુ સ્વરૂપ મળ્યુ જે અતિ ચમત્કારી છે. પૂ.ભાઈ આત્માનંદ સ્વામીના શિષ્ય પૂ.સંતદાસજી સ્વામીએ શ્રી હિંગળાજીયા હનુમાનજીની પ્રતિષ્ઠા કરાવી, દિવસે દિવસે પરચા જોઈ લોકો બાધા રાખતા થયા અને દાદા કામ કરવા લાગ્યા. આમ સાળંગપુર શ્રી કષ્ટભંજનનુ જ નાનુ સ્વરૂપ લાગે છે અને એમા પણ સ્વામીએ પૂજેલુ. એવુ જુના સંતો પાસે સાભળ્યુ છે. માટે અતિ ચમત્કારી દાદા એટલે ધોલેરાના શ્રી હિંગળાજીયા હનુમાનજી દાદા. ..