Khandeshwar Mahadev
ખાંડેશ્વર મહાદેવ
ખાંડેશ્વર મહાદેવ એટલે ધોલેરાની ઐતિહાસિકતા, શ્રી સ્વામિનારાયણ ભગવાન વર્ણીવેશે ૧૮૫૬ માં ધોલેરા આવ્યા ત્યારે રાત્રિ મુકામ ખાંડેશ્વર મહાદેવમાં કર્યો હતો .
ખાંડેશ્વર મહાદેવનો જુનો ઈતિહાસ એવો છે કે શ્રી સ્વામિનારાયણ મંદિરની પૂર્વે ધર્મકુંડ સરોવર છે . વર્ષો પહેલા ગોવાળિયા ગાયો ત્યાં ચારતા ત્યારે એક ગાય તેજ સરોવરમાં જઈ એક જગ્યાએ ઊભી રહેતી અને આંચળમાંથી આપો આપ દૂધ – ધાર તે ભૂમિમાં થતી .
ગાયના માલિકને થયું ગોવાળ મારી ગાય દોહી લે છે . એકવાર તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ગાય કોઈ દેવતાઈ લાગે છે . તેજ દિવસે ગામના કોઈ ભક્તને શીવજીએ દર્શન આપી જમીનમાંથી બહાર કાઢવા કહ્યું . જે જગ્યાએ ગાય દૂધ ધારા કરતી ત્યાં ખોદકામ કરતા મહાદેવજીનું લીંગ મળી આવ્યું . તેના પર હથિયાર વાગતા લોહી નીકળી આવ્યુ . ખંડિત થયા એટલે “ ખંડેશ્વર મહાદેવ ” નામથી ઓળખાવા લાગ્યા . ચમત્કારી મહાદેવ જાણી વડોદરા ખાંડેરાવ મહારાજાએ મંદિર બનાવી આપ્યુ તથા પૂજારીને વર્ષાસન બાંધી આપ્યું એટલે ‘ ‘ ખાંડેશ્વર ’ ’ નામે પ્રસિધ્ધ થયા . જ્યાં વર્ણિવેશે શ્રીજીમહારાજે તેમની પૂજા – અભિષેક કર્યો . વર્ણીને જોઈ ગામના ભાવિક ભક્તો દર્શને આવવા લાગ્યા . એમાં કોઈ સુથાર આવ્યો . વર્ણીના દર્શન કરી ઘણો પ્રેમ થયો એટલે પગમાં પહેરવા સુંદર કાષ્ટની ચાંખડી ભેટ આપી . તેને રાજી કરવા પ્રભુ ચાખડી પહેરી થોડુ ફર્યા પછી ત્યાના પૂજારીને અતિપ્રસન્ન થઈ ભેટ આપી જે હાલ ખાંડેશ્વર મહાદેવમાં છે . <br>
બીજુ શ્રીજીમહારાજે શમી કહેતા ખીજડાનું પૂજન કરેલુ તે પ્રસાદીનો ખીજડો પણ ખાંડેશ્વર મહાદેવમાં છે . આમશ્રી ખાંડેશ્વર મહાદેવજી ઐતિહાસિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ બેનમૂન છે .