“સ.ગુ. શ્રી અદ્ભુતાનંદ સ્વામી’’

floral-decor


“સ.ગુ. શ્રી અદ્ભુતાનંદ સ્વામી’’
સ.ગુ. શ્રી અદ્દભુતાનંદજીની જન્મ સં. ૧૮૩૯ કડુ ગામે થયો. પિતાનું નામ સંઘા પટેલ, માતાનું નામદેવબાઈ અને તેમનુ નામ કલ્યાણદાસ હતું તથા તેમને ત્રણ ભાઈ હતા. વજુભાઈ,વિઠ્ઠલભાઈ તથા કુબેરભાઈ.

સં. ૧૮૬૪માં તેમનું વેવિશાળ થયું અને જ્યારે તેઓ લગ્નની ચોરીએ હતા ત્યારે કારિયાણી, લોયા વગેરે ૧૮ ગામના ગામધણી શ્રીજી આદેશ પત્રથી સાધુ દીક્ષા લઈ નીકળેલા. તેમના મામા અજા પટેલ (મેથાણ) તેમને પણ શ્રીજી મહારાજનો પત્ર વાંચી સાધુનો વેશ લીધો અને મંડળ સાથે ચાલી નીકળ્યા. આ સમાચાર કલ્યાણદાસને મળ્યા. તેમને પણ પત્ર વાંચ્યો જેમાં ૧૮ જણાના નામલખી આજ્ઞા કરેલ કે તમે જ્યાં હોય ત્યાંથી જ સાધુ બની જાઓ તેમજ આદિ શબ્દ લખેલો તે વાંચી કલ્યાણદાસ કહે આદિમાં હું પણ આવી જાવ. એમ કહી એક મીટળબંધો યુવાન કલ્યાણદાસ સંત થઈ શ્રીજી દશને નીકળી પડ્યા. શ્રીજીમહારાજે તેમનું અદ્ભુત કામજોઈ ‘‘અદ્ભુતાનંદ સ્વામી” નામ આપ્યુ તેજ ધોલેરા મંદિરના નિર્માણમાં સ.ગુ. શ્રી નિષ્કુળાનંદ સ્વામીને સાથ આપનાર સ.ગુ. શ્રી અદ્દભુતાનંદ સ્વામી.
ભાઇ વજુભાઈ મનાવવા આવ્યા તો તેમને વૈરાગ્ય ચડાવી સંત કરી દીધા અને નિષ્કામાનંદ” નામ આપ્યુ. જેઓએ પણ ધોલેરા મંદિરના નિર્માણમાં ઘણુ યોગદાન આપેલું તથા બીજા ભાઈ વિઠ્ઠલને પણ સંત બનાવી ‘ચૈતન્યાનંદ નાના’’ એવું નામ આપ્યું.
પ.પૂ. અદ્ભુતાનંદ સ્વામીએ ભાલ પ્રદેશના અનેક ગામડાઓમાં સત્સંગ કર્યો. ધોલેરાના કામની જવાબદારી લીધી તેમજ વારણા-ખસ્તા વગેરે ગામોમાં શ્રી હનુમાનજીની સ્થાપના કરી જે હાલમાં અતિ ચમત્કારી છે.
મહારાજની આજ્ઞાથી સ્વામી ચરોતરના ગામડાઓમાં સત્સંગ કરતા એમાં ખાંધલી (નાપા) ના હરિભક્તોએ સ્વામીની ખૂબ સેવા કરી રાજીપો મેળવ્યો. સ્વામીએ ત્યાં મંદિર કર્યું. આજે પણ શ્રી અદ્દભુતાનંદ સ્વામી તથા સ. ગુ. શ્રી જ્ઞાનજીવનદાસજી (વિરસદવાળા) ના આશિર્વાદથી ખાંધલી ગામસુખી છે. આમ, ગામડાઓમાં સત્સંગ કાર્ય કરતા ૧૯૩૯ના કાર્તિક સુદ-૪ ના દિવસે વડતાલમાં ધામમાં ગયા.