“સ.ગુ. શ્રી ભાઈ આત્માનંદસ્વામી”


“સ.ગુ. શ્રી ભાઈ આત્માનંદસ્વામી”
જન્મભૂમિ -મૂળગામલાખીયાણી, રાજસ્થાનનું ઉટવાડા ગામજે મોસાળ હતું. જ્ઞાતિઃ જન્મક્ષત્રિય જાડેજા જ્ઞાતિના રાજકુટુંબમાં. પૂર્વાશ્રમનું નામ- અભયસિંહજી. સ.ગુ. શ્રી ભાઇ આત્માનંદ સ્વામીનો જન્મ સમય નિશ્ચિત નથી પણ સ્વામી ૧૨૦ વર્ષ સુધી રહ્યા એટલે અંદાજીત ૧૩૯૬ની સાલમાં સ્વામીનો જન્મ થયો હતો.

સ્વયં ભાઈ આત્માનંદ સ્વામીએ કહેલુ કે હું ૪૦ વર્ષ ઘરે રહ્યો, ૨૦ વર્ષ તીર્થયાત્રા કરી સંત સમાગમ કર્યો, યોગ સાધના કરી અને સંવત ૧૮૫૮ મેઘપુરમાં શ્રીહરિને સૌપ્રથમ મળ્યો. દર્શન કર્યા ત્યારથી સત્સંગમાં છું.
મોટાભાઈ રામદાસ સ્વામી બિમાર હતા ત્યારે શ્રી હરિએ પૂછ્યું તમારે કોની સાથે અતિસ્નેહ છે ત્યારે પૂ. ભાઇ રામદાસ સ્વામી કહે આત્માનંદ સ્વામી સાથે, કારણ તેમને ખૂબ જ રસ્નેહ છે અને તેમની સ્વધર્મનિષ્ઠા દ્રઢ છે. ચોડા દિવસ પછી ભાઈ રામદાસ સ્વામી ધામમાં ગયા. ભગવાન જેમને ભાઈ કહી બોલાવતા. શ્રીહરિએ સભામાં કહ્યું હવે અમે ભાઈ કહી કોને બોલાવીશું? એવા કોણ સંત છે જેણે પોતા માટે કોઈ પણ ન માગ્યુ હોય ત્યારે આત્માનંદ સ્વામી ધ્યાનમાં આવ્યા. પછી શ્રીહર કહે ભાઈ રામદાસ સ્વામીને આત્માનંદ સ્વામી ઉપર ખૂબજ સ્નેહ હતો એટલે આજથી હું ભાઈ આત્માનંદ સ્વામી કહીશ. આમ કહી આત્માનંદસ્વામી ઝમરાળાહતા ત્યાં શ્રી ભાઈ રામદાસજીની ગોદડી ગાદલી અને લાકડી મોકલાવી કહેવરાવ્યુ કે આજથી અમે સૌ આપને ભાઈ રામદાસ સ્વામીને સ્થાને માનીશું.
જે ભાઈ આત્માનંદ સ્વામીએ શ્રીજી આજ્ઞા શીરે ચઢાવી ધોલેરા મંદિરના કાર્યની જવાબદારી સંભાળેલી. શ્રીહરિનીપ્રત્યેક આજ્ઞાનું સ્વામી યથાર્થ પાલન કરતા. સંપ્રદાયના દરેક સેવા કાર્યમાં તત્પર સ્વામી માઈ આત્માનંદજી સં. ૧૯૧૬-જેઠ વદ ૬ના દિવસે ભાલ પ્રદેશના વાગડ ગામે ધામમાં ગયા. જેમની સેવા બોટાદના શેઠ શ્રી શિવલાલ ભાઇએ ખૂબજ કરી રાજીપો પ્રાપ્ત કરેલ.
આમ ધોલેરા મંદિરના નિર્માતા એવા સ.ગુ. શ્રી નિષ્કુળાનંદ સ્વામી, સ.ગુ. શ્રી અદ્દભુતાનંદ સ્વામી, સ.ગુ. શ્રી ભાઈ આત્માનંદ સ્વામી, સ.ગુ. શ્રી નિષ્કામાનંદ સ્વામી, સ.ગુ. શ્રી ત્યાગાનંદ સ્વામી ઉપર શ્રીજીમહારાજનો ખૂબજ રાજીપો હતો કારણ ભાલ જેવા સુકા પ્રદેશમાં રહી અનેક તકલીફોને સહન કરી મંદિર નિર્માણ તેમજ ભાલમાં સત્સંગનું કાર્ય કર્યું.