દરબારી ચોરો

શ્રીજી પ્રસાદીભૂત ધોલેરાનો દરબારી ચોરો જ્યાં એ જમાનામાં દરબારો સભા કરી રોજ બેસતા. જ્યારે શ્રીજીમહારાજ વર્ણવેશે ધોલેરા ખાંડેશ્વર પધાર્યા ત્યારે વર્ણીના દર્શનથી દરબાર શ્રી પૂંજાજી વગેરે ખૂબ જ રાજી થયા અને સવારે પ્રાર્થના કરી કે વર્ણીરાજ આપ દરબારી ચોરે પધારો. ભક્તોનો ભાવ જોઈ પ્રભુ ચોરે પધાર્યા.

શ્રી પુંજાભાઈ બાપુ તેમજ બીજા ભકતોએ મળી ત્યાં ચોરામાંજ શ્રીજીમહારાજને(વર્ણીને) ટીમણ એટલે કે નાસ્તો કરાવ્યો અને કાયમ રહેવાવિનંતી કરી ત્યારે પ્રભુએ વચન આપતા કહ્યું ફરી આવીશું અને અવાર-નવાર યોગ થાય તેવું કરીશું.

જે ૧૮૮૨ વૈશાખ સુદ -૧૩ ના રોજ ધોલેરા મંદિરમાં શ્રી હરિએ શ્રી મદનમોહનજી મહારાજની સ્થાપના કરી વચન પુરૂ કર્યુ. શ્રી પૂંજાભાઈ બાપુ કહે તેદીનું વચન આજે પૂરૂ કરી આપે ભક્તાધીન નામ સાર્થક કર્યુ છે. વાહ પ્રભુ વાહ.